તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંકી હુમલાના બનાવથી સંઘની ભગિની સંસ્થાઓ લાલઘૂમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરનાથ યાત્રી પરના કાયરતા પૂર્ણ કૃત્યને સાધુ સંતોએ પણ વખોડયું

આતંકીઓનું પૂતળું બાળી વીએચપી અને બજરંગ દળે રોષ પ્રગટ કર્યો

બરફાનીબાબા અમરનાથની યાત્રાએ જઇ રહેલ યાત્રાળુઓની બસ પર આતંકીઓ કરેલા કાયરતા પૂર્ણ હુમલામાં 7 શ્રદ્વાળુઓના મૃત્યું થયા છે. બનાવથી જૂનાગઢ વીએચપી, બજરંગ દળ લાલઘૂમ બની ગયું છે અને આતંકીઅોનું પુતળું બાળી ઉગ્ર રોષ પ્રગટ કર્યો હતો. જયારે સાધુ સંતોએ પણ બનાવને વખોડી કાઢી તુરત કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

શહેરના કાળવા ચોક ખાતે અરવિંદભાઇ સોની, મહેન્દ્ર લાડાણી, જયસુખ બુટાણી, રાજુભાઇ રાઠોડ, જીતેન્દ્ર ટાંકોદરા સહિતના વીઅેચપી, બજરંગ દળના કાર્યકરો તેમજ રાજભારથી બાપુ, ગોદડ અખાડાના મહંત તેમજ મોટી સંખ્યામાં સાધુ સંતો એકઠા થયા હતા અને અમરનાથ યાત્રી પર આતંકીઓએ કરેલા હુમલાનો વિરોધ વ્યકત કરી તેનું પુતળું બાળ્યું હતું. તમામે એક સૂરમાં આતંકીઓને જડબાતોડ જવાબ આપવાની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...