તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં ગોપાલલાલ મંદિરમાં હિંડોળાનાં દર્શનનો પ્રારંભ

જૂનાગઢમાં ગોપાલલાલ મંદિરમાં હિંડોળાનાં દર્શનનો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢની અંબિકાચોકમાં આવેલા પૃષ્ટિ વલ્લભ સંપ્રદાયના ગોપાલલાલ મહારાજના મંદિર ખાતે અષાઢ વદ બીજથી ઠાકોરજીનાં હિંડાેળાના દર્શનનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહીને ભગવાનને હિંડાેળે હિંચકાવ્યાં હતાં. આવતીકાલે મંદિરમાં વસ્ત્રોના હિંડોળા રહેશે. શહેરની ધર્મપ્રિય જનતાને હિંડોળાના દર્શનનો લાભ લેવા ચંદુભાઇ દરજી, જેન્તીભાઇ મારડીયા તેમજ મુખ્યાજી જ્યોતિષભાઇ જોષીએ નિમંત્રણ પાઠવ્યું છે. ગોપાલલાલ મંદિરમાં દર વર્ષે હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...