તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં રૂ.1.80 લાખના વાહનની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનામજેવડી ગેઇટ પાસેથી રૂા 1.80 લાખનું માલવાહક વાહન ચોરી થયાની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જૂનાગઢના ભારતમીલના ઢોરા પાસે રહેતા મહમદ બચુભાઇ પઠાણે તેનું GJ01AT7632નંબરની રૂા1.80 લાખની સ્વરાજ મજદાહ વાહન મજેવડી ગેઇટ પાસે પાર્ક કરી લગ્ન પ્રસંગમાં ગયો હતો.અને ચાવી ઘેર મુકીને ગયા હતા. જોકે બાદમાં તેને માલસમાનની હેરાફેરી માટે જરૂર પડતા મહમદભાઇએ તેના દિકરા અને ભાગીદારને મોકલતા વાહન સ્થળ પરથી ગાયબ થઇ ગયું હતું અા અંગે તપાસ કરતા નાસીર ખાલીદભાઇ અને રાજકોટના નવાજ ખલીફ આરબ ચોરી ગયા હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ પીએસઆઇ કે.વી.મુંજવા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...