તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢની એક પેઢીનું બિયારણ બજારમાં વેચવા મૂકી કરી ઠગાઈ

જૂનાગઢની એક પેઢીનું બિયારણ બજારમાં વેચવા મૂકી કરી ઠગાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનીપેઢીનું મગફળી બિયારણ બજારમાં વેચવા મુકી છેતરપીંડી, વિશ્વાસઘાત કરનાર માળિયાનાં જુથળ ગામની પેઢીનાં ભાગીદારો અને સંચાલકો વિરૂધ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટીનાનાં જુથળ ગામે નિલકંઠ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી આવેલી છે. પેઢીનાં ભાગીદારો અને સંચાલકોએ જૂનાગઢનાં અરવીંદભાઇ બાવનજીભાઇ માકડીયાની અક્ષય સીડઝ જૂનાગઢનાં નામની મગફળીનું બિયારણ સીડઝ જૂનાગઢનાં નામનાં કટ્ટામાં ભરી બજારમાં વેચવા મુકવા પરિવહન કર્યાનું ખુલ્યું હતું. 90 હજારની કિંમતનાં મગફળીનાં કટ્ટા નંગ 75 બજારમાં વેચાણ માટે લાવવામાં આવ્યાં હતાં.

તપાસમાં છેતરપીંડી થયાનું માલુમ પડતાં અરવીંદભાઇ માકડીયાએ પોતાની તથા ખેડુતો સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરનાર નિલંકઠ ઇન્ડસ્ટ્રીઝનાં ભાગીદારો અને સંચાલકો વિરૂધ્ધ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવમાં જૂનાગઢ આરઆરસેલનાં પીએસઆઇ એન.જી. જાડેજાએ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...