• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • રાજયમાં તા. 5થી11 જુન દરમિયાન ‘પ્લાસ્ટીક પ્રદૂષણ પર અંકુશ’થીમ

રાજયમાં તા. 5થી11 જુન દરમિયાન ‘પ્લાસ્ટીક પ્રદૂષણ પર અંકુશ’થીમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજયમાં તા. 5થી11 જુન દરમિયાન ‘પ્લાસ્ટીક પ્રદૂષણ પર અંકુશ’થીમ સાથે પર્યાવરણ અ્ને સ્વચ્છતા અભિયાન ઉજવાશે તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પર્યાવરણ રાજય મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું. આ પ્રસંગે બોલાવેલી પત્રકાર પરિષદને સંબોધતા ચુડાસમાએ કહ્યું હતું કે, આઠ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને 100 મુખ્ય ગામમાં અભિયાન હાથ ધરાશે. ગ્રામકક્ષાએ પ્લાસ્ટીક શ્રેડીંગ મશીનથી નિકાલ અને ખાતર બનાવવાનું પ્રેઝન્ટેશન કરીને ગ્રામવાસીઓને કચરો રીયુઝ કરવાની પધ્ધતિ શીખવાડાશે. ઉલ્લેખનીય છે કે ‘દિવ્યભાસ્કર’માં તા. 2 જુનના રોજ આ અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો.

રાજયભરના 15 જિલ્લાઓના 100 ગામમાં એક સપ્તાહ સુધી દરેક દિવસે અલગ અલગ કાર્યક્રમ આપીને પ્લાસ્ટીક અ્ને સ્વચ્છતાનો સંદેશ અપાશે. જેમાં પ્રથમ દિવસે ગામના પ્રવેશ દ્વાર સહિત તમામ જાહેર સ્થળો પરથી કચરો, પ્લાસ્ટીક દૂર કરીને રીસાયકલ કરી શકાય તેવો કચરો દૂર કરાશે. ઉપરાંત ગ્રામસ્તરે સ્પર્ધા યોજીને વિજેતાઓને ઇનામ વિતરણ કરાશે. જયારે મહાનગરપાલિકાઓમાં વોર્ડ પ્રમાણે વોર્ડદીઠ કાર્યક્રમો યોજાશે. શહેર વિસ્તારમાં પ્લાસ્ટીક કબાડીઓનો વ્યવસાય કરનાર વ્યકિતઓ, રિસાઇકલીંગ કરનાર એકમો દ્વારા યોગ્ય નિકાલ કરવા અંગે માર્ગદર્શન અપાશે. ઉપરાંત 50 માઇક્રોનથી ઓછી જાડાઇવાળા વપરાતા પ્લાસ્ટીકની જપ્તી કરાશે. દરેક મનપાઓ અને પંચાયતોએ શનિવારથી જ પર્યાવરણ દિવસની ઉજવણીની તૈયારી કરી લીધી.

અન્ય સમાચારો પણ છે...