તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા 1 જુલાઇને

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા 1 જુલાઇને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા 1 જુલાઇને રવિવારથી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂ. 20નો વધારો કિલો ફેટના રૂ. 640 ચૂકવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને ગામડે બેઠા પ્રતી લીટર અંદાજીત રૂ. 1.50નો ભાવ વધારો મળી શકશે. હાલ સંઘમાં દૈનિક 3.50 લાખ કિલો દૂધનું સંપાદન થાય છે. તે મૂજબ દૈનિક રૂ. 5.25 લાખનું વધુ પેમેન્ટ સંઘ ચુકવશે. દર 10 દિવસે સંઘ રૂ. 55થી 60 લાખનું વધારાનું પેમેન્ટ કરશે. સૌરાષ્ટ્રના દુધ ઉત્પાદકોને દૈનિક રૂ. 15 થી 20 લાખનો આર્થિક ફાયદો થશે. તેમ સંઘના અધ્યક્ષ ગોવિંદભાઇ રાણપરીયાએ જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અન્ય સહકારી અને ખાનગી ડેરીઓમાં દૂધનો ભાવ યોગ્ય પ્રમાણમાં ન ચૂકવાતો હોય પરંતુ રાજકોટ દૂધ સંઘ દૂધના ખરીદ ભાવમાં વધારો કરે ત્યારે સૌરાષ્ટ્રની અન્ય સહકારી ડેરીઓ પણ ભાવવધારો કરતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...