તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સુરત | છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ

સુરત | છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે રાત્રે પણ વરસાદે સુરત શહેરને ઘમરોળ્યું હતું. દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે 7 જુલાઈ સુધીમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ખાસ કરીને કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

અમરેલી | અમરેલી જિલ્લામા છૂટી છવાઇ મેઘમહેર થઇ રહી છે. આજે બપોર બાદ અમરેલીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. તો લીલીયામાં ધોધમાર બે ઇંચ અને બગસરામા દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાંપટાં પડ્યાં હતાં.

જામનગર | જામનગર અને દ્રારકા જિલ્લામાં શુક્રવારે મેઘરાજાએ હળવે પગલે આગમન કરતા

...અનુસંધાન પાના નં. 10કાલવડ અને કલ્યાણપુર પંથકમાં અડધાથી એક ઇંચ જેટલુ પાણી વરસાવ્યુ હતુ. જયારે દેવભુમિ દ્રારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં પણ અમુક ગામોમાં હળવા ભારે ઝાપટા સ્વરૂપે એકાદ ઇંચ જેટલા વરસાદના અહેવાલ સાંપડયા છે. જયારે અમુક ગામોમાં ખેડુતોએ આગામી સારા વરસાદની અપેક્ષાએ વાવણી કાર્ય પણ શરૂ કરી દીધાનુ જાણવા મળ્યુ છે.

ધોરાજી | ધોરાજીમાં આજે બપોર બાદ મેધરાજા વરસ્યા હતા. ધોરાજીમાં બપોર પછી વરસાદ શરૂ થતાં ધોધમાર વરસાદ વરસી પડતા રોડ રસ્તા પર પાણી વહી ગયા હતા. જેમાં અડધો ઈચ વરસાદ પડ્યો હોવાનુ નોધાયું છે. ગોંડલ તાલુકાના વસાવડ, કેશવાળા, ગોમટા અને લીલખા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા રૂપી હેત વરસાવ્યું હતું. આ વિસ્તારોમાં બપોરબાદ વરસાદી ઝાપટા પડ્યા હતા. જનજીવનને ગરમીમાં રાહત મળી હતી. મેધાડમ્બર વચ્ચે જોકે અનેક વિસ્તારો જેવા કે મોરબી,ઉપલેટા,જસદણ,ગોંડલ વગેરે આજે કોરા રહ્યા હતા.

પાલનપુર | જિલ્લામાં શુક્રવારે બપોરે વરસાદ વરસતા પાલનપુરમાં 17 એમ એમ, વડગામમાં, દાંતીવાડામાં બે એમએમ તેમજ દિયોદર,ભાભર,તેમજ દાતામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતુ. જ્યારે દાંતાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...