તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કુતિયાણામાં પાકવીમા સહિત ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ મામલતદારને આવેદન પાઠવાયું

કુતિયાણામાં પાકવીમા સહિત ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ મામલતદારને આવેદન પાઠવાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણા સહિત રાજ્યભરના ખેડૂતોને પાકવીમા અને ખેત ઉત્પાદનના પોષક ભાવો ન મળતા હોવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને મોંઘાપાળું ખાતર બિયારણ, જંતુનાશક દવાઓ, ખેતમજુરીઓ સહિતનો ઉત્પાદનક્ષેત્રે અઢળક ખર્ચ થઈ રહ્યો હોવા છતાં સરકાર ઘોર અન્યાય કરી રહી હોવાથી કુતિયાણાના ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળતા ભારતીય કિશાન સંઘ સહિત 1500 જેટલા ખેડૂતોએ ટાવરચોક ખાતે મહાસભા યોજી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના પાક વિમા સહિત વિવિધ પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.

માલીયા , નીરવ મોદી જેવા કૌભાંડીઓને કરોડો રૂપીયાની લોન
ચંદુભાઈ ભાદરકાએ એવું જણાવ્યું હતું કે બેન્કો માલીયા અને નીરવ મોદી જેવા કૌભાંડીઓને અબજો રૂપીયાની લોન આપી હોવાથી તેઓ ચુનો લગાવીને વિદેશમાં અય્યાશી કરી રહ્યા છે ત્યારે જગતના તાતને પાકધીરાણ આપવામાં પણ બેન્કો ઠેન્ગો બતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...