તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 61 વર્ષ પહેલાં વૈજ્ઞાનિક રિપોર્ટમાં ધૂમ્રપાનથી ફેફસાંનું કેન્સર થવાની જાણ થઈ હતી

61 વર્ષ પહેલાં વૈજ્ઞાનિક રિપોર્ટમાં ધૂમ્રપાનથી ફેફસાંનું કેન્સર થવાની જાણ થઈ હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1957માં આજના જ દિવસે પ્રકાશિત થયેલા બ્રિટનના મેડિકલ રિસર્ચ કાઉન્સિલના રિપોર્ટમાં પહેલી વખત એમ જણાવાયું કે ધૂમ્રપાનના કારણે ફેફસાંનું કેન્સર થાય છે. આ પરિણામો પર પહોંચતા પહેલા સંશોધકોએ છેલ્લાં 25 વર્ષમાં ફેફસાંના કેન્સરથી મરનારા લોકોની વધતી સંખ્યાનું કારણ શોધવા પ્રયાસ કર્યો હતો. આંકડાનું વિશ્લેષણ કરતા જણાયું કે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત લોકો ધૂમ્રપાન કરતા હતા. તે સમયે સંશોધકોના આ દાવાને સિગારેટ અને તમાકુનાં અન્ય ઉત્પાદનો બનાવતી અનેક કંપનીઓએ નકારી કાઢ્યા હતા. તેમનું કહેવું હતું કે આ માત્ર ‘દૃષ્ટિકોણની બાબત’ છે. રિપોર્ટમાં જણાયું કે 1945માં ફેફસાંના કેન્સરથી મરનારાનો મૃત્યુદર 10 લાખ લોકોમાં માત્ર 188 હતો. 10 વર્ષ બાદ મૃત્યુદર બમણો થઈને 388એ પહોંચ્યો હતો.

ખાસ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો અંદાજ છે કે 2020 સુધી દુનિયામાં તમાકુના સેવનથી મરનારાની સંખ્યા એક કરોડ સુધી પહોંચી જશે.

અન્ય સમાચારો પણ છે...