તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • માધવપુરમાં રેતીચોરી કરનાર રીક્ષાચાલકને પોલીસે દબોચ્યો

માધવપુરમાં રેતીચોરી કરનાર રીક્ષાચાલકને પોલીસે દબોચ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઈકાલે જ ‘દિવ્ય ભાસ્કર’માં રેતીચોરી અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેમાં મીંયાણીથી માધવપુર સુધીના 100 કિલોમીટરના દરિયાકાંઠે મોટાપાયે રેતીચોરી થઈ રહી છે અને દરિયાઈ પટ્ટી ખવાઈ રહી છે તેવો લેખ પ્રસિદ્ધ થયાની ગણતરીની કલાકોમાં જ માધવપુર પોલીસે એક ઠાઠા રીક્ષાચાલકને રેતીચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ગોરસર ગામનો રાજુ સામત થાપલીયા ઠાઠા રીક્ષા નં. જીજે 11 ડબલ્યુ 3240 દરિયાકાંઠેથી રેતી ભરીને ગોરસર નજીકથી પસાર થયો હતો ત્યારે રાત્રીનાં પેટ્રોલીંગ કરી રહેલા PSI કે.એસ. ગરચર અને એચ.વી. કનારાએ આ ઠાઠા રીક્ષા ચાલકની અટક કરી તપાસ કરતા આ દરિયાઈ રેતીચોરી કરેલ મળી આવતા પોલીસે રીક્ષાચાલકને ઝડપી લીધો હતો અને રેતી ભરેલી રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...