તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વડીયા, બાબરા પંથકનાં અમુક ગામોમાં ખેડૂતોએ વાવણી કરી

વડીયા, બાબરા પંથકનાં અમુક ગામોમાં ખેડૂતોએ વાવણી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામા ભીમ અગીયારસે મેઘરાજાએ શુકન સાચવ્યું હતુ. જો કે હજુ મોટાભાગના ગામોમા મેઘરાજાએ પધરામણી કરી નથી. ખાસ કરીને રાજુલા જાફરાબાદ પંથકના દરિયાકાંઠા વિસ્તારના ગામોના ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહમા છે. તો વડીયા અને બાબરા પંથકના અનેક ગામોમા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે.

બે દિવસ પહેલા અમરેલી જિલ્લાના અનેક ગામોમા અડધાથી લઇ બે ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જો કે હજુ અનેક ગામોમા વાવણી લાયક વરસાદ વરસ્યો નથી. રાજુલા જાફરાબાદ પંથકના દરિયાકાંઠા વિસ્તારના ખેડૂતો વાવણી લાયક વરસાદ આવે તેવી આશા માંડીને બેઠા છે. તો બાબરા અને વડીયા પંથકના અમુક ગામોમા વરસાદનો પ્રથમ રાઉન્ડ સારો આવતા અહીના ખેડૂતોએ વાવણી કરી દીધી હતી.વડીયા, તોરી, રામપુર, ખાન ખીજડીયા, દેવગામ, અનીડા, બાટવા દેવળી, ખડખડ, ખાખરીયા સહિતના ગામોમા વાવણી લાયક વરસાદ થયો હતો. જયારે બાબરા પંથકના થોરખાણ, દરેડ, જામ બરવાળા, ચમારડી, દેવળીયા, બળેલ પીપરીયા સહિતના ગામોમા સારો એવો વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ બની ગયા હતા.

જો કે હજુ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમા વાવણી લાયક વરસાદ આવ્યો નથી. ચોમાસુ બેસી ગયુ છે ત્યારે ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહમા બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...