તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક્નોલાૅજી માટે શહેર કે ગામડું બંને સમાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્યુએશનના અભ્યાસ માટે રાજસ્થાનના પોતાના શહેર બાડમેર છોડ્યા બાદ પણ અભિનવ અગ્રવાલ ક્યારેય તે લોકગીત ભૂલાવી શક્યો નહીં, જેને સાંભળીને મોટો થયો. મજાની વાત એ છે કે, તેમના શિક્ષકે તેમના યુવા મનમાં એ બીજ ઉગાડી દીધું કે તે ઈચ્છે છે કે, કોઈ આ લોકગીતોની રેકોર્ડિંગ કરાવીને તેમને લોકપ્રિય બનાવે જેથી કલાકારોને પણ શ્રેય મળે, જેમનો હક છે. તેનાથી પ્રેરિત થઈને હવે મોટા થઈ ચૂકેલા અભિનવે શૂચિ રાય અને સત્યમ સંગવાનની સાથે ‘અનહદ’ ફાઉન્ડેશન સ્ટાર્ટ-અપ શરૂ કર્યું. ત્રણેય એક દિવસ એવી વિભિન્ન જગ્યાઓ પર પ્રતિભાઓની શોધમાં નીકળી પડ્યા, જ્યાં કોઈએ નજર નાંખવાની પરવાહ કરી નહીં.

મહિનાની યાત્રા બાદ તેમણે દપુ ખાનને તેમના વાદ્ય યંત્રોની જાણ કરી અને તેમના સંગીતે તો આ યુવા દિલોની સંમોહિત કરી દીધા. તેમણે દપુ ખાનના સંગીતને વૈશ્વિક સ્તર પર પહોંચાડવા માટે રેકોર્ડિંગની ઈચ્છા દર્શાવી. દપુ ખાને તેમને એ કહીને ના પાડી દીધી કે દુનિયાએ ઘણો દગો આપ્યો છે. પણ એક પખવાડિયા બાદ તે માની ગયો.

તે ગયો અને તેમની એક પ્રસ્તુતિને તેમના માઈક્રોફોન અને લેપટોપથી રેકોર્ડ કર્યો. ટીમે તાત્કાલિક તેને ડિજિટાઇઝ્ડ કર્યું અને તેને સમર્પિત એક ઓનલાઈન પેજ ડિઝાઈન કર્યું જેથી કોઈ પણ તેને સંપર્ક કરી શકે. અજ્ઞાત કલાકારોને પ્રકાશમાં લાવવાનો અનહદનું સ્વપ્ન સાકાર થયુ અને ધીરે-ધીરે અન્ય કલાકાર પણ સહયોગ કરવા લાગ્યા. કોઈપણ કલાકાર માટે અંતિમ પ્રેરણા શું હોય છે. ખ્યાતિ અને માન્યતા. અને ઠીક એ જ તેમને ત્યારે મળ્યુ, જ્યારે ત્રણેયે તેમની નિયતિ બદલવા માટે ટેક્નોલોજીનો સહારો લીધો.

આ થોડા મહિના પહેલાની વાત છે. જૂન-જુલાઈ 2018માં દપુ ખાન તેમની પ્રસ્તુતિ માટે જર્મની જઈ રહ્યો છે. તે વ્યક્તિ જે ભારતની ગલિઓમાં પ્રસ્તુતિ આપતો હતો તે આગામી બે દિવસોમાં આકાશમાં હશે. દપુ ખાનની રેકોર્ડિંગ બાદથી આ ત્રણ યુવાઓએ રાજસ્થાનના બાડમેર, જેસલમેર અને બિકાનેરના 150થી વધારે લોકોની જિંદગી બદલી દીધી છે અને તેમના આગામી મુકામ પંજાબ હશે અને ત્યારબાદ હરિયાણા.

ફંડા એ છે કે, જોકે, ટેક્નોલોજીના જાણકાર માટે શહેરી કે ગ્રામ્ય જેવી વાત સાથે કોઈ સંબંધ હોતો નથી તો એ યૂઝર પર છે કે, તે તેનો સર્વોત્તમ લાભ કેવી રીતે લઈ શકે છે.

ગ્રે
મેનેજમેન્ટ ફંડા
અન્ય સમાચારો પણ છે...