તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ‘રીલ’ લાઈફ જેવો એક

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ‘રીલ’ લાઈફ જેવો એક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ‘રીલ’ લાઈફ જેવો એક કિસ્સો ‘રીયલ’ લાઈફમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં જૂની ઉત્તરવહીની ચોરી કરી તેના પર બીજા દિવસના પેપરના પ્રશ્નના જવાબ લખીને તે ઉત્તરવહીને મુખ્ય ઉત્તરવહી સાથે સોયદોરાથી સીવીને ચોરી કરતા કરતા છેક ચોથા સેમીસ્ટર સુધી પહોંચી ગયો હતો. આ સમગ્ર કિસ્સો ચાલુ વર્ષની પરીક્ષામાં ઊજાગર થતાં જ પરીક્ષા શુદ્ધિ કમિટી દ્વારા વિદ્યાર્થીને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ અંગે વાત કરતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, બીએસસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કબુલાત કરતા જણાવ્યું હતું કે, દરેક વખતે પરીક્ષામાં તે કાતર, સોય અને દોરો પોતાની સાથે લાવતો હતો. નવી સપ્લીમેન્ટરી તે પોતાની પાસે સંતાડી દેતો હતો. અને ઘરેથી અગાઉથી લખીને લાવેલી સપ્લીમેન્ટરી તે જૂની સપ્લીમેન્ટરીની સિલાઈ ખોલીને તેની સાથે એટેચ કરી દેતો હતો.

અન્ય સમાચારો પણ છે...