તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કર્ણાટકમાં હવે બજેટ પર ખટપટ, સિદ્ધારમૈયાને 9 MLA મળ્યા

કર્ણાટકમાં હવે બજેટ પર ખટપટ, સિદ્ધારમૈયાને 9 MLA મળ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંગ્લુરુ | કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ વચ્ચે ગઠબંધનમાં તિરાડ પડતી દેખાઇ રહી છે. પૂર્વ સીએમ સિદ્ધારમૈયાનું નારાજ થવું સીએમ એચ.ડી. કુમારસ્વામી માટે ભારે પડી શકે છે. ચર્ચા છે કે 5 જુલાઈએ આવનારા બજેટ પહેલાં જ કુમારસ્વામીની સરકાર ઊથલી પડે તેવી શક્યતા છે. કોંગ્રેસના એક મંત્રી સહિત 9 ધારાસભ્ય સિદ્ધારમૈયાને મળવા બેલતાનગડી પહોંચ્યા છે. રાજકીય વિશ્લેષકો પૂર્વ સીએમના વલણને જોઇને માની રહ્યા છે કે આગામી દિવસોમાં રાજ્યના રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળી શકે છે. કેમ કે છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધારમૈયા કુમારસ્વામી વિરુદ્ધ અસંતોષ જાહેર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...