• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • શાહે કહ્યું બિહારમાં ગઠબંધન અતૂટ, તમામ સીટો જીતીશું, નીતિશનું મૌન

શાહે કહ્યું- બિહારમાં ગઠબંધન અતૂટ, તમામ સીટો જીતીશું, નીતિશનું મૌન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં સીટોની વહેંચણી મુદ્દે NDAમાં મતભેદ, મહારાષ્ટ્રમાં પણ શિવસેના સાથે ખેંચતાણ
એક દિવસ પૂર્વે પીએમ મોદી અકાલી દળને વિશ્વાસમાં લેવા પંજાબ પહોંચ્યા હતા

ભાસ્કર ન્યૂઝ | પટણા
2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપ હવે ગઠબંધનના સાથીઓને મનાવવાના પ્રયાસો કરી રહ્યો છે. આ મિશન હેઠળ ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુરુવારે બિહાર પહોંચ્યા. પટણાના સ્ટેટ ગેસ્ટહાઉસમાં સીએમ નીતીશકુમાર સાથે મુલાકાત કરી સાથે નાસ્તો કર્યો. દરમિયાન સીટોની વહેંચણી પર ચર્ચા થઇ હતી. બેઠક 45 મિનિટ ચાલી. તેના બાદ જ્યારે નીતીશ બહાર આવ્યા તો મીડિયાના સવાલો સામે તે મૌન રહ્યા હતા. જોકે તેમના ચહેરા પર સ્મિત હતું. શાહે કહ્યું કે બિહારમાં નીતીશ સાથે એનડીએનું ગઠબંધન નહીં તૂટે અને અમે તમામ 40 સીટો જીતીશું. શાહે એ ન જણાવ્યું કે સીટોની વહેંચણી પર શું ચર્ચા થઇ અને સંમતિ સધાઈ કે નહીં. સાથીઓને સાથે જોવાના અભિયાન હેઠળ એક દિવસ પહેલાં બુધવારે પીએમ મોદી પંજાબ ગયા હતા. ત્યાં અકાલી દળના નેતાઓ સાથે ખેડૂતોને સંબોધ્યા હતા. જોકે અમિત શાહે ગત 6 જૂને મહારાષ્ટ્રમાં નારાજ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. સીટો વહેંચણી મુદ્દે ત્યાં પણ ખેંચતાણ વધી છે.

ભાજ

પા ની
તીશ
બિહારમાં સીટ વહેંચણી પર મતભેદ કેમ કે

NDAના 40માંથી 31 સાંસદ, જદયુના બે જ
ભાજપ માટે બિહારમાં સીટોની વહેંચણી પર મતભેદનું કારણ 2014માં નીતીશની પાર્ટીનું એનડીએમાં ન હોવું છે. ત્યારે એનડીએએ રાજ્યની 40 સીટમાંથી 31 સીટ જીતી હતી. તેમાં ભાજપના 22, લોજપાના 6, રાલોસપાના 3 સાંસદ સામેલ છે. જદયુમાંથી બે સાંસદ જ ચૂંટાયા હતા. રાજદથી સંબંધ તોડી નીતીશે ભાજપ સાથે રાજ્યમાં સરકાર બનાવી એનડીએમાં વાપસી કરી હતી. તે ત્યારથી બિહારમાં મોટા ભાઈની ભૂમિકા ઈચ્છે છે. રાજ્યમાં 25-15ની જૂની ફોર્મ્યુલા ઈચ્છે છે. જોકે વર્તમાન સાંસદોનું ગણિત જોવામાં આવે તો જદયુના ભાગમાં ગઠબંધનથી લડવા માટે 9થી વધુ સીટ નહીં આવે.

નીતિશ નેતા બનશે તો સાથ છોડીશું : રાલોસપા
શાહ-નીતીશની બ્રેકફાસ્ટ તથા ડિનર ડિપ્લોમસીથી રાલોસપા નારાજ છે. રાલોસપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નાગમણિએ કહ્યું કે શાહનું નીતીશના નજીક જવું ભવિષ્ય માટે યોગ્ય નથી. જેની પાસે ફક્ત દોઢ ટકા વોટ છે તેની સાથે ભાજપ અધ્યક્ષ નાસ્તો કરે છે. જો રાજ્યના NDAના નેતા નીતીશને જાહેર કરાશે તો રાલોસપા એનડીએ છોડી દેશે.
અન્ય સમાચારો પણ છે...