તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ કંપનીમાં લાગ્યા તાળાં : 1200 કામદારોની રોજીરોટી છીનવાઇ

ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ કંપનીમાં લાગ્યા તાળાં : 1200 કામદારોની રોજીરોટી છીનવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ કંપનીમાં તાળા લાગતા વધુ એક ઉદ્યોગ બંધ થયો છે. આ ખાનગી કંપનીમાં કામ કરતા 1200 જેટલા કામદારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે.

એક જમાનામાં ઉદ્યોગક્ષેત્રે પોરબંદર શહેર પણ ટોપ લેવલ ઉપર હતું. પરંતુ આજે જાણે પોરબંદર શહેરના વિકાસ ઉપર દિવસે ને દિવસે માઠી અસર પડતી હોય તેમ એક પછી એક ઉદ્યોગો મરણપથારીએ પડી રહ્યા છે. છેલ્લા થોડા દાયકાઓમાં એક પછી એક નાના-મોટા ઉદ્યોગો પોરબંદર પાસેથી છીનવાઈ રહ્યા છે જેથી પોરબંદરનો વિકાસ પણ દિવસે ને દિવસે રૂંધાઈ રહ્યો છે. પોરબંદરમાં મહારાણા મીલ, એ.સી.સી. ફેક્ટરી, બોલ-બેરીંગ સહિત નાના-મોટા ઘણા ઉદ્યોગો છેલ્લા થોડા દાયકાઓમાં બંધ થઈ ગયા છે. જેથી હજ્જારો કામદારોને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. પોરબંદરના ઘણા ઉદ્યોગો મરણપથારીએ પડ્યા છે આવી સ્થિતિમાં જ વધુ એક ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ કંપનીને બંધ કરવાની ફરજ પડી છે. કામદારોના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષથી પગાર વધારવા મુદ્દે કંપનીના સંચાલકો જોડે અનેક મીટીંગો અને અવારનવાર રકઝકો પણ થઈ હતી.

આમ છતાં કંપનીના માલિકો કામદારોના પગાર વધારવા મુદ્દે એગ્રી થયા ન હતા. અંતે અચાનક કંપનીના સંચાલકોએ કંપનીને તાળા લગાડી દીધા હોવાથી 1200 પરિવારોના ઘરના ચૂલા ઠરી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...