તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • રૂપિયામાં સૌથી મોટો ઘટાડો, ક્રુડની સતત વધેલી કિંમત અને

રૂપિયામાં સૌથી મોટો ઘટાડો, ક્રુડની સતત વધેલી કિંમત અને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રૂપિયામાં સૌથી મોટો ઘટાડો, ક્રુડની સતત વધેલી કિંમત અને ટ્રેડ વોરની શંકાઓ વચ્ચે શેરબજારમાં નિરૂત્સાહી ટ્રેન્ડ જોવા મળ્યો છે. તદ્ઉપરાંત જૂન સિરીઝની ડેરિવેટિવ્ઝ એક્સપાયરીના અંતિમ દિવસે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 35000ની નીચે 34937 પહોંચ્યા બાદ અંતે 179.47 પોઇન્ટના ઘટાડા સાથે 35037.64 પર બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી 82.30 પોઇન્ટ ઘટીને 10589.10 પર બંધ રહ્યો હતો. રીયલ્ટી, પીએસયુ બેન્કો, એનર્જી, ફાર્મા, ઓટો સેક્ટરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.

ક્રુડની કિંમતમાં થઇ રહેલી ઝડપી વૃદ્ધિના કારણે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) અને મોંઘવારી વધવાની શક્યતાએ રૂપિયા પર નેગેટિવ ઇફેક્ટ જોવા મળી છે. રૂપિયો 28 પૈસા તૂટીને 68.89 પર ખુલ્યો હતો જે અત્યાર સુધીનો મોટો ઘટાડો છે.24 નવેમ્બર 2016 પછીનું અત્યાર સુધીનું નીચું સ્તર છે. ઇક્વિટી માર્કેટમાં એનએસઇમાં સૌથી વધુ ઘટેલા સેક્ટર્સમાં રીયલ્ટી ઇન્ડેક્સ 2.21 ટકા ઉપરાંત પીએસયુ બેન્ક 1.95 ટકા, મીડિયા 1.6 ટકા, એનર્જી 1.87 ટકા, ફાર્મા 1.23 ટકા, આઇટી 1 ટકા, ફાઇનાન્શિયલ સર્વિસીસ 0.88 ટકા, એફએમસીજી 0.75 ટકા અને ઓટો 0.78 ટકા ઘટ્યા છે. બેન્ક નિફ્ટી 0.37 ટકા ઘટીને 26,324 પર બંધ રહ્યાં હતા. જોકે એકમાત્ર મેટલ 0.14 ટકા વધ્યો છે. ICICI બેન્ક, HDFC, રિલાયન્સ, એસબીઆઇ સૌથી વધુ ઘટ્યા છે. જ્યારે ઇન્ફોસીસ, ટાટા સ્ટીલ, ભારતી વધ્યા હતા.

સેન્સેક્સ બેઝ્ડ કુલ 2763 સ્ક્રિપ્સ પૈકી માત્ર 798 સ્ક્રિપ્સ વધવા સામે 1821 ઘટીને બંધ રહી હતી. જ્યારે 31 પૈકી 21 સ્ક્રિપ્સ ઘટવા સામે 10 વધીને બંધ રહી હતી. જે દર્શાવે છે કે માર્કેટ બ્રેથ્ડ સામે સેન્ટિમેન્ટ પણ ઘટાડા તરફી છે.

અન્ય સમાચારો પણ છે...