તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંવેદનશીલ માહિતી લીક થવાનો અર્થ શું?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરંટ અફેર્સ પર 30થી ઓછી ઉંમરના યુવાનોનો અભિપ્રાય

ઋષભદેવ પાંડેય, 29 વર્ષ

સહાયક પ્રાધ્યાપક, જશપુર, છત્તીસગઢ

rishabhdeopandey@gmail.com

ડા દિવસ અગાઉ વડાપ્રધાન સુરક્ષા વિના મધરાત્રે પૂર્વ વડાપ્રધાને અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ્યના ખબરઅંતર પૂછવા માટે એમ્સ પહોંચી ગયા હતા. ત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયાએ આ વાત પર સનસનાટી જેવા સમાચારો ચલાવ્યા અને કહ્યું કે સુરક્ષા વિના વડાપ્રધાનની કાર તમામ સિગ્નલ પર રોકાઈ હતી. તેના વિડિયો પણ દેખાડવામાં આવ્યા હતા. સ્વાભાવિક છે કે વડાપધાનના સુરક્ષાદળે ગુપ્ત રીતે એમ્સ જવા-આવવાની વ્યવસ્થા કરી હશે, પરંતુ એ વાત ચિંતાજનક છે કે સમાચાર લીક થઈને વડાપ્રધાનના રહેઠાણની બહાર નીકળતા પહેલાં જ મીડિયામાં વહેતા થઈ ગયા. અમુક પ્રભાવશાળી મીડિયા હાઉસ નિડરતાથી તેમજ કથિત સૂત્રોનો હવાલો આપીને અત્યંત સંવેદનશીલ, ગુપ્ત સમાચારોને સનસનાટીનું સ્વરૂપ આપીને પ્રસારિત કરી દેતા હોય છે. આ દરમિયાન જવાબદારીનો અભાવ સ્પષ્ટ જોવા મળે છે. રિટાયરમેન્ટ અથવા સત્તાથી દૂર થયા એ શક્યતા રહે કે રિટાયરમેન્ટ પછી આ મીડિયા હાઉસ તેમની મોટા પગારે વિષય તજ્જ્ઞ અને પેનલિસ્ટ તરીકે બોલાવતા રહેશે. આવી પ્રવૃત્તિઓ ભારતીય લોકતંત્ર માટે અત્યંત ચિંતાજનક છે. અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવતી પદની ગુપ્તતાના શપથનું ખુલ્લું ઉલ્લંઘન છે, જે ગેરબંધારણીય કૃત્ય છે. તેના પર લગામ કસવા માટે સંબંધિતોને બંધારણ પ્રત્યે પોતાની જવાબદારી સમજવી પડશે. મીડિયાની પણ જવાબદારી નક્કી થવી જોઈએ.

થો
અન્ય સમાચારો પણ છે...