• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પુરીમાં ભગવાન શ્રી જગન્નાથજી નગરચર્યાએ, 9 દિવસની રથયાત્રા શરૂ

પુરીમાં ભગવાન શ્રી જગન્નાથજી નગરચર્યાએ, 9 દિવસની રથયાત્રા શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂરી | ઓડિશાના પુરીથી ભગવાન શ્રી જગન્નાથજીની 9 દિવસની રથયાત્રા શનિવારે શરૂ થઇ. જગન્નાથ મંદિરેથી 3 કિ.મી. દૂર ગુંડિચા મંદિર સુધી આ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા. તે પહેલાં ભગવાન જગન્નાથને 16 પૈડાંવાળા રથ ‘નંદીઘોષ’, તેમના ભાઇ બલભદ્રને 14 પૈડાંવાળા રથ ‘તાલધ્વજ’ અને દેવી સુભદ્રાને 12 પૈડાંવાળા રથ ‘દેવદલાન’માં પૂજા-પાઠ સાથે સવાર કરાયાં. ત્રણેય મૂર્તિઓને મંદિરના ગર્ભગૃહની ‘રત્નવેદી’માંથી બહાર લાવતાં પહેલાં સવારે વૈદિક મંત્રોચ્ચાર બાદ સૌથી પહેલા ‘ગોપાલ ભોગ’ ધરાવાયો. પરંપરા મુજબ સૌથી પહેલા ભગવાન બલભદ્ર, પછી બહેન સુભદ્રા અને સૌથી પાછળ ભગવાન જગન્નાથના રથે યાત્રા શરૂ કરી. ગુંડિચા મંદિર ભગવાન જગન્નાથજીના માસીનું ઘર હોવાનું મનાય છે, જ્યાં 9 દિવસ રોકાયા બાદ ભગવાન નિજમંદિરે પરત ફરશે.

સુદર્શને ભગવાન જગન્નાથનું રેત શિલ્પ બનાવ્યું
પૂરીમાં બીચ પર પ્રસિદ્ધ રેતશિલ્પી સુદર્શન પટનાયકે ભગવાન બલભદ્ર, ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રાના રથોનું રેતશિલ્પ બનાવ્યું હતું.

10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પુરી પહોંચશે
1. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા 9 દિવસ સુધી ગુંડિચા મંદિરમાં રહેશે.

2. 23 જુલાઇએ રથયાત્રાના સમાપન ટાણે શ્રીમંદિર પાછી ફરશે.

3. આ દરમિયાન દુનિયાભરમાંથી 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પુરી પહોંચશે.

4. 120 સ્પેશિયલ ટ્રેનો દોડાવી છે પૂર્વીય તટીય રેલવેએ. 7000 સુરક્ષાકર્મી તૈનાત

અન્ય સમાચારો પણ છે...