• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • શાહના આગમન પહેલાં આગામી કાર્યક્રમોની રૂપરેખાને ઓપ અપાશે

શાહના આગમન પહેલાં આગામી કાર્યક્રમોની રૂપરેખાને ઓપ અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તા.13 જુલાઈથી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. જેને પગલે ભાજપ દ્વારા શાહના આગમન પહેલાં આગામી કાર્યક્રમોની રૂપરેખાને ઓપ આપવા તા.12 જુલાઈના રોજ કમલમ ખાતે પ્રદેશના હોદ્દેદારોની બેઠકનું આયોજન કરાયું છે. લોકસભાની ચૂંટણીને લઈને આગામી આયોજન અંગે પ્રદેશના હોદ્દેદારો, ભાજપના કોર ગ્રૂપ અને પ્રદેશ મોરચાના આગેવાનોને માર્ગદર્શન આપવા માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં કમલમ ખાતે વિવિધ બેઠકો યોજાશે. પ્રદેશ ભાજપના મીડિયા સેલની યાદીમાં જણાવ્યા મુજબ વિવિધ બેઠકોમાં જિલ્લા-મહાનગર તથા મંડલ સ્તર સુધી ભાજપ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલ કાર્યક્રમોનું રિપોર્ટિંગ, કેન્દ્ર સરકારના 4 વર્ષ નિમિત્તે કરાયેલ કાર્યક્રમો, વિશેષ સંપર્ક અભિયાન, યોગ દિવસ, કટોકટીના કાળા દિવસ નિમિત્તે કરવામાં આવેલ કાર્યક્રમોની સમીક્ષા-ચર્ચા કરાશે. સાથે જ લોકસભા ચૂંટણીના સંદર્ભમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાશે.

અન્ય સમાચારો પણ છે...