• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સતત બીજા દિવસે પણ મેઘરાજાની મહેર, સ્ટેશન પ્લોટ બેટમાં ફેરવાયું

સતત બીજા દિવસે પણ મેઘરાજાની મહેર, સ્ટેશન પ્લોટ બેટમાં ફેરવાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | માળિયાહાટીના

માળિયાહાટીનામાં સતત બીજા દિવસે મેઘરાજાએ દે ધનાધન કરી 8 ઇંચ પાણી વરસાવી દેતા રેલવે સ્ટેશન પ્લોટ, ગરબી ચોક, પટેલ સમાજ સહિતનાં વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયાં હતાં. જશાપરા વિસ્તારનાં અનેક મકાનોમાં પાણી ઘુસી જતાં લોકો હાલાકીમાં મુકાયાં હતાં. પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસતાં ખેડુતોમાં ખુશી પ્રસરી છે. સવારથી સાંજ સુધી ધીમી ધારે તો કયારેક વેગથી વરસાદ પડતાં કોઇ નુકસાનીનાં અહેવાલ નથી. બજારો સુમસામ બની છે. મોસમનો 25 ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો છે.

મેઘલ નદી પર બનાવેલો ભાખરવડ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં હોય માળિયા, ભાખરવડ, વડાળા, જાનડી, ઘુમટી, સમઢીયાળા, ગડુ સહિતનાં ગામનાં લોકોને સાવચેત રહેવા આસી.ઇન્સપેકટર લાડાણીએ જણાવ્યું હતું. ડેમને જોવા લોકો ઉમટી રહયાં છે. તસ્વીર: મહેશ કાનાબાર

અન્ય સમાચારો પણ છે...