તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુંભમેળામાં પુષ્પવર્ષા, હાથી ઘોડાની રવેડી, થ્રીડી, લેસર શો આકર્ષણ જમાવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે ગિરનાર વિકાસ મંડળ દ્વારા મહાશિવરાત્રીના કુંભ મેળાના આયોજન અંગે બેઠક મળી હતી. રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની વિશેષ ઉપસ્થિતમાં મળેલી બેઠકમાં જૂનાગઢનો મેળો રાજ્યની ઓળખ બની રહે તે માટે રાજ્ય સરકાર, યાત્રાધામ વિકાસ બોર્ડ, મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા સંયુકત આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે મેળામાં પુષ્પવર્ષા, હાથી ઘોડા સાથેની રવેડી,થ્રી ડી અને લેસર શો, રૂટમાં ગેઇટ સુશોભન વગેરે મેળાનું આકર્ષણ બની રહેશે. પ્રથમ દિવસે સંતયાત્રા,મહાઆરતી કરવામાં આવશે. દેશભરના મુખ્યસંતોને આમંત્રણ અપાશે અને મેળા માટે યાત્રાધામ બોર્ડ પૂરતું ફંડ આપશે.લોકો માટેની કાયમી સુવીધા ઉભી કરવાનું પણ આયોજન છે. ઉપરાંત રસ્તાનું નવીનીકરણ, પાણીના પોઇન્ટ, ગટર વ્યવસ્થા, વિજળી, સીસીટીવી કેમેરા સહિતનું આયોજન કરવામાં આવશે. મેળામાં સ્વચ્છતામાં લાપરવાહી બિલકુલ ચલાવી નહિ લેવાય તેમ પણ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું.આ ઉપરાંત કુંભ સૈનિકો અને સ્વચ્છતા દુતની નિયુકિત કરવામાં આવશે. બેઠકમાં મેયર આદ્યશકિતબેન મજમુદાર, શેરનાથ બાપુ, સીસીએફ મહેતા, કલેકટર ડો. સૌરભ પારધી, એસપી સૌરભસિંઘ,બોર્ડના સચિવ અધ્વર્યુ,મહેન્દ્ર મશરૂ, શૈલેષભાઇ દવે, પ્રદિપભાઇ ખીમાણી, પુનીત શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

હેલીકોપ્ટર દ્વારા રોપ વેનું મટિરિયલ્સ પહોંચાડાશે
ગિરનાર રોપ -વે નું મટિરિયલ્સ હેલીકોપ્ટરના માધ્યમથી શિખર પર પહોંચાડવામાં આવશે. લોકો માટે રોપ - વે અેક્ઝિબીશન, રોપ - વેની ડિઝાઇન અને કેબીનને ખુલ્લું મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...