તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંભમેળો : ગિરનારથી પરત આવવા મુખ્ય સીડીનો ઉપયોગ નહીં કરી શકાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ રેન્જના આઇજીપી સુભાષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ જિલ્લા તેમજ અન્ય જિલ્લા અને રાજ્ય બહારથી જૂનાગઢ ખાતે કુંભમેળામાં આવતા ભાવિકોના લીધે મેળામાં ટ્રાફિક વ્યવસ્થા જળવાય રહે તેમજ આવનાર રાહદારીઓ તથા ભાવીકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા સારી સૂચારૂ રીતે જળવાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામાં પ્રસિધ્ધ કરી તા.27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ટ્રાફિક વ્યવસ્થા જાળવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ગિરનારથી પરત આવવા મુખ્ય સીડીનો ઉપયોગ નહી કરી શકાય તેમજ 5 દિવસ સુધી ભવનાથમાં વાહનોને પ્રતિબંધ રહેશે.

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા જાહેરનામું
તા.27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રીક્ષા, મનપા મીની બસ, એસટીમીની બસ સિવાયના તમામ વાહનો માટે પ્રવેશ બંધી

તા.28 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી નાના અથવા મોટા વાહનો ભવનાથમાં પ્રતિબંધ

તા.4 માર્ચના સવારના 10 થી તા.5 માર્ચ સવારના 10 સુધી ભરડાવાવથી તમામ પ્રકારના વાહનોને ભવનાથ તળેટીમાં જવા પ્રતિબંધ

યાત્રાળુઓને ગીરનાર ઉપર અંબાજી મંદિર સુધી જવા માટે ગીરનાર પગથીયાથી મુખ્ય સીડી પર જઇ શકશે તથા પરત ઉતરવા માટે મુખ્ય સીડી બંધ રહેશે.

ગીરનાર પરથી ઉતરવા ગૌમુખી ગંગાની જગ્યા પાસેથી ભરતવન-શેષાવનના રસ્તેથી જતી સીડી યાત્રાળુઓને ઉતરવા માટે ખુલ્લી રહેશે.

યાત્રાળુ વડલી ચોકથી ડાબી બાજુ ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્યા તરફ જઇ શકશે જ્યારે વડલી ચોકથી મંગલનાથ બાપુની જગ્યા તરફ જવાનો રસ્તો બંધ રહેશે.

વનવે જાહેર થયા અંગેના રસ્તા
ગીરનાર તળેટીમાં જવા માટે ભરડાવાવ થઇ સ્મશાન પાસેથી તળેટીથી પ્રવેશી શકાશે.

ગીરનાર તળેટીથી આવતા વાહનો સ્મશાનથી ગાયત્રી મંદિરથી ગીરનાર દરવાજા થઇ જૂનાગઢમાં પ્રવેશ કરશે.

છગનમામાની સોસાયટીમાં થઇને ભવનાથ તરફ જતા વાહનો લઇ જવા માટે પ્રતિબંધ રહેશે.

ગીરનાર દરવાજાથી સોનાપુરી તરફ જવાનો રસ્તો સોનાપુરી સુધી જવા માટે બંધ.

સોનાપુરીથી ભરડાવાવ તરફ જવાનો રસ્તો જવા માટે બંધ

વડલી ચોકથી આવ્યા પછી ડાબી બાજુ મંગલનાથ બાપુની જગ્યા તરફ જઇ શકાશે. મંગલબાપુની જગ્યાથી ભવનાથ મંદિર તરફ આવી શકાશે નહી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો