તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ બજારોમાં આવી ગઇ છે અને ઘણા લોકો પોતાની જાતે જ માંજો બનાવી દોરી બનાવે છે ત્યારે પતંગ ચગાવતી વખતે તકેદારીના પગલા અંગે પીજીવીસીએલ દ્વારા સુચનો કરાયા છે.

પીજીવીસીએલની યાદીમાં જણાવાયા અનુસાર, પતંગનો માંજો બનાવતી વખતે વિજવાહક પદાર્થનો ઉપયોગ ટાળવો, પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતી અને વિજવાહક મટીરીયલ્સનો ઉપયોગ થતો હોય તેવી પતંગ ન ચગાવવી, બાળકોની પતંગ કે દોરી વીજ વાયર કે થાંભલામાં ભરાય તો તેને લેવા થાંભલા પર ન ચડવુ કે લંગરીયા ન નાખવાં, પતંગની પુંછડી કે દોરીમાં મેગ્નેટીક ટેપનો ઉપયોગ બિલકુલ ટાળો કારણ કે, આ ટેપ વિજ વાયરને અડકતા વિજશોક લાગી શકે છે.

અગાસી પર પતંગ ચગાવતી વખતે નજીકમાંથી પસાર થતી વિજ વાયરના સંપર્કમાં પતંગ ન આવે તેની તકેદારી રાખવી, ચાઇનીઝ બનાવટના દોરામાં મેગ્નેટીક વિજવાહક પદાર્થ વપરાયેલ હોય, આવા દોરાનો ઉપયોગ ન કરવો વધુ હિતાવહ છે તેમજ રાત્રીના અંધારામાં ફાનસ, ગુબારા વિજ વાયરમાં ન ફસાય તેની કાળજી રાખવા અંતે જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો