તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદનો રીઢો તસ્કર જૂનાગઢમાંથી ઝડપાયો, 5 બાઇક ચોરીની કબુલાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક એસ.જી.ત્રિવેદી અને પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એન.બી.ચૌહાણ તથા સ્ટાફને મળેલી બાતમીના આધારે ટીંબાવાડી નજીક વોચ ગોઠવીને બેઠા હતા તે દરમિયાન એક્ટીવા નંબર જીજે 03 જેએ 7390 લઇને પસાર થતા કેશોદના વિક્રમ ઉર્ફે ઇટલી મનુ મક્કાને ઝડપી લઇ તપાસ કરતા એક્ટીવાની ડેકીમાંથી અલગ-અલગ કંપનીના 10 મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

આ મોબાઇલ દિવ ગામ અને નાગવા બીચથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી અને એક્ટીવા પણ ગોંડલની ગુંદાળા ચોકડી પાસેથી ચોર્યું હોવાનું જણાવ્યું હતું તે ઉપરાંત અલગ-અલગ સ્થળોએથી 4 એક્ટીવા અને 1 બાઇકની ચોરી કરી આ બાઇક કેશોદના દિપક ઉર્ફે કાનો નાથા રાઠોડને રૂપિયા 5000માં વેચી આપતો હોય અને દિપક બાઇકમાં દારૂની હેરાફેરી કરતો હતો જેમાંથી કેશોદ પોલીસે દિપકને 3 બાઇકમાં દારૂની હેરાફેરી સાથે ઝડપી લઇ બાઇક કબ્જે કરી હોવાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...