તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદના ડે.કલેકટરની મુક્તિ વાર્તા સ્વ.કેતન મુન્શીની વાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમે પસંદગી પામી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત સ્થિત નર્મદ સાહિત્ય સભા આયોજીત સ્વ.કેતન મુન્શીની વાર્તા સ્પર્ધા- 11, વર્ષ 2018નો પ્રથમ પુરસ્કાર જૂનાગઢના સર્જક અને કેશોદ ખાતેના ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા રેખાબા સરવૈયાને એનાયત કરવામાં આવશે. રેખાબા સરવૈયાની વાર્તા મુક્તિ આ માટે પ્રથમ ક્રમે પસંદગી પામી છે જેને 25,000નું પારિતોષિક એનાયત કરવામાં આવશે. જ્યારે દ્વિતીય ક્રમે ભાવનગરના લેખક સંકેત વર્માની વાર્તા માનવ પસંદગી પામી છે જેને10,000નું પારિતોષિક એનાયત કરવામાં આવશે.જયારે તૃતિય ક્રમે બોરીવલી- મુંબઇ સ્થિત સમીરા પાત્રાવાલાની વાર્તા સુમી તને નહી સમજાય પસંદગી પામી છે જેને 5,000નું પારિતોષિક એનાયત કરવામાં આવશે. સુરતના વાર્તાકાર સ્વ. કેતન મુન્શીના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા મળેલી 10 લાખની ધનરાશીમાંથી નર્મદ સાહિત્ય સભા 2008થી દર વર્ષે વાર્તા સ્પર્ધા યોજે છે . વિજેતા વાર્તાકારોને આગામી સમયમાં સુરતમાં યોજાનાર કાર્યક્રમમાં પારિતોષિક એનાયત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...