પાર્કિંગની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ટોઇંગ બંધ રાખો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહન ચાલકો માટે નવા તોતીંગ દંડ સાથેના નવા નિયમો સામે રાહત આપવાની માંગ સાથે જૂનાગઢમાં આરટીઓને રજૂઆત કરવામાં આવી છે. આરટીઓ રઘુદત્ત પટેલને આપેલા આવેદનમાં વોર્ડ નંબર 4ના મહિલા કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ જણાવ્યું હતું કે, જયાં સુધી પાર્કિંગની પુરતી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વાહન ટોઇંગ કરી વસુલાતો દંડ બંધ કરો. આ ઉપરાંત શહેરમાં હેલ્મેટની મુક્તિ, પીયુસીના નામે થતી હેરાનગતિ બંધ કરવા માંગ કરી છે. જયારે નબળા રસ્તા માટે કોન્ટ્રાકટરો સામે ફોજદારી દંડની જોગવાઇ કરવા, સરકારી કાર્યક્રમોમાં એસટીનો દુરૂપયોગ બંધ કરવા માંગ કરી છે. આ તકે મંજુલાબેન પરસાણા ઉપરાંત કવિતાબેન જોષી, પ્રફુલાબેન સોની, હંસાબેન જોષી તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...