તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૈલાસ ખેર, યોગી આદિત્યનાથ, સાધ્વી ઋતુંભરા, કથાકાર રમેશભાઇ ઓઝાને અપાશે નિમંત્રણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરવા ગીરનારની પાવન ભૂમિ ભવનાથમાં આગામી મહાશિવરાત્રીનો મેળો યોજાવાનો છે. આ મેળાને મિનીકુંભ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે તેના આયોજનને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસ્થાને બેઠક યોજાઇ હતી.

આ અંગે માહિતી આપતા ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીના શૈલેષભાઇ દવેએ જણાવ્યું હતું કે, શિવરાત્રીને રાષ્ટ્રિય ફલક પર ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.ખાસ કરીને આ માટે 15 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે. મેળામાં યોગી આદિત્યનાથ, સાધ્વી ઋતુંભરા દેવી, મોરારીબાપુ, ભાઇશ્રી રમેશભાઇ ઓઝા તેમજ વિવિધ સંપ્રદાયોના સંતો, મહંતો, વૈષ્ણવાચાર્યો તેમજ કૈલાસખેર જેવા ગાયકોને સીએમ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવશે. 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી મેળો યોજાશે. મેળામાં રવેડી આગળ રાસ મંડળીઓ અને બેન્ડ વાજાની સૂરાવલી સાંભળવા મળશે.

શહેરમાં દિવાલો પર શિવજી, ત્રિશુલ, ડમરૂના ચિત્રો દોરાશે. આ બેઠકમાં ઉપસ્થિત ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીના સભ્યો, યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્યો, કમિશ્નર, કલેકટર વગેરેને સુચારૂ આયોજન માટે જણાવવામાં આવ્યું છે.

બેઠકમાં ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ, મહામંડલેશ્વર ભારતીબાપુ , મેયર આદ્યાશકિતબેન મજમુદાર, ડે.મેયર ગિરીશ કોટેચા,શહેર ભાજપ પ્રમુખ શીશીકાન્ત ભિમાણી વગેેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...