તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢનાં બે મિત્રોને નડયો અકસ્માત : 1 નું મોત , 1 ગંભીર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદમાં મિત્રનાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી જૂનાગઢનાં હાર્દિક લાલજીભાઇ ગરેજા અને ફાલ્ગુન બચુભાઇ બાઇક નં.જીજે-11-બીએસ-5528 પર પરત આવી રહયાં હતાં ત્યારે જૂનાગઢ હાઇવે પર બાઇક સ્લીપ થઇ ઝાડ સાથે અથડાઇ જતાં બંનેને ગંભીર ઇજા પહોંચતાં 108 દ્વારા હોસ્પિટલે ખસેડાતા તબીબે હાર્દિકને મૃત જાહેર કર્યો હતો. જયારે બાઇક પાછળ બેસેલા ફાલ્ગુનને વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરાયો હતો. મૃતક હાર્દિક જૂનાગઢમાં ફોરવ્હીલનાં શોરૂમમાં કામ કરતો હતો અને બે બહેન વચ્ચે એકનો એક ભાઇ હતો.

મૃતક યુવાન

બાઈક સ્લીપ થઈને ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. તસવીર-ભાસ્કર

માણેકવાડામાં 2 કાર, બાઇકની ટક્કર, મહિલાને ઈજા
માણેકવાડા | કેશોદના માણેકવાડા પાસે રવિવારે સવારનાં અરસામાં પાછળથી આવતી કારે જૂનાગઢના લખુભાઈ સોલંકીના બાઇકને ઠોકર મારી દેતા પ્રિયંકાબેન સોલંકી ફંગોળાઇ જતાં તેમને ઇજા પહોંચતાં સારવારમાં ખસેડયાં હતાં. આ પરિવાર કેશોદ લગ્ન પ્રસંગમાં આવી રહયાં હતાં. જયારે અકસ્માત સર્જનાર કાર પાછળ અન્ય કાર પણ ઘુસી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો