તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LRDની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી જૂનાગઢના યુવાનનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
6 જાન્યુઆરીને રવિવારના રોજ લોકરક્ષક દળની પરીક્ષા યોજાઇ હતી જેમાં લાખોની સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા જૂનાગઢના મધુરમમાં રહેતા યુવાને પણ આપી હતી પરંતુ પરીક્ષામાં નાપાસ થવાના ડરને કારણે યુવાને સોમવારે ગળેફાસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢના મધુરમ વિસ્તારના અદીતીનગરમાં રહેતા જીગ્નેશભાઇ પુનાભાઇ ઉર્ફે પ્રવિણભાઇ મકવાણા(ઉ.વ.20)નામના યુવાને રવિવારના રોજ લોકરક્ષક દળની પરીક્ષા આપી હતી પરંતુ આ પરીક્ષામાં તે નાપાસ થશે તેવા ડરથી સોમવારના સાંજના 6:30 અાસપાસ પોતાના ઘરે ગળેફાસો ખાઇ અાપઘાત કરી લેતા તેમનું મોત નિપજ્યું હતું. યુવાનના મોતને લઇને પરીવાજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ અંગે પુનાભાઇ ઉર્ફે પ્રવિણભાઇ મકવાણાએ પોલીસને જાણ કરતા સી ડીવીઝન પોલીસના કે.કે.રાઠોડ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...