તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ: જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સ્વ.શરદચંદ્ર રામશંકર ઠાકરના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સ્વ.શરદચંદ્ર રામશંકર ઠાકરના સ્મરણાર્થે ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષીએ જણાવ્યું હતું કે, 13 એપ્રિલ સાંજે 6 કલાકે સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવશે. જયારે 19 એપ્રિલ રાત્રીના 8:30 વાગ્યે ફાઇનલ મેચ રમાશે. પરશુરામ જન્મજયંતીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે તેમજ સમગ્ર ગુજરાતના બ્રહ્મ સમાજના યુુવાનોને સંગઠીત કરવા યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા જયદેવભાઇ જોષી, આશિષ રાવલ અને કાર્તિક ઠાકર વગેેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...