તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ તા. સેવા સદનમાંથી એજન્ટોને ફરીથી બહાર કઢાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ તાલુકા સેવા સદનની અંદરના ભાગે બેસતા એજન્ટોને મામલતદારે બહાર કાઢી મુક્યા છે જેને લઇને એજન્ટો રસ્તા પર આવી ગયા છે.

જૂનાગઢના સરદાર બાગ રોડ સ્થિત તાલુકા સેવા સદનમાં અનેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે. જો કે મોટાભાગની કામગીરીમાં એજન્ટોની મદદ લેવી પડે છે. અંદરના કર્મીઓ પણ એજન્ટોની ચિઠ્ઠી લખી આપતા હોવાના આક્ષેપો થઇ રહ્યા હતા.

તાલુકા સેવા સદનમાં અધિકારીઓની મિલીભગતથી અેજન્ટોનું રાજ ચાલતું હોવાની મામલતદારને મળેલી ફરિયાદના આધારે તાલુકા સેવા સદનના પટાંગણમાંથી એજન્ટોને બહાર કાઢી મુકવામાં આવ્યા છે જેને લઇને એજન્ટો રસ્તા પર આવી ગયા છે અને તાલુકા સેવા સદનના ગેઇટ બહાર બેસી કામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...