જૂનાગઢમાં જોષી પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : શહેરના વાંઝાવાડ સ્થિત ખરડેશ્વર વાડી ખાતે 7 એપ્રિલથી કથા યોજાશે અને 13 એપ્રિલે કથા વિરામ લેશે. વ્યાસપીઠ પર પોરબંદર સ્થિત રમેશભાઇ ઓઝા(ભાઇશ્રી)ના શિષ્ય શાસ્ત્રી વિપુલકૃષ્ણજી બિરાજી કથાનું રસપાન કરાવશે તેમજ કથાનું પૂજન અતુલભાઇ જોષી કરાવશે. કથામાં રામ પ્રાગટ્ય, કૃષ્ણ પ્રાગટ્ય, ગોવર્ધન પૂજા, રૂક્ષમણી વિવાહ, પરિક્ષીત મોક્ષ કથા રજૂ કરાશે તેમજ દરરોજ સાંજે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે. ભાવિકોને સવારના 9 થી 12 અને સાંજના 4 થી 7 દરમિયાન કથાનું રસપાન કરવા ઉપસ્થિત રહેવા જોષી પરિવારે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...