તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ |ભારતીય યુવાઓના આદર્શ અને યુગ પુરૂષ સ્વામિ વિવેકાનંદની 12 જાન્યુઅારીએ જન્મ જયંતિ હોય સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ દાતાર રોડ ખાતે સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મેયર ધીરૂભાઇ ગોહેલ, કમિશ્નર તુષાર સુમેરા, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડયા તેમજ અન્ય પદાધિકારીઓ, આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ ટેક્ષ પ્રફુલ કનેરીયાએ શહેરના દાતાર રોડ સ્થિત સ્વામિ વિવેકાનંદની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. મેયર ધીરૂભાઇ ગોહેલે ખાસ કરીને ભારતીય સંસ્કૃત્તિને વિદેશમાં પણ પ્રસ્થાપિત કરવાના તેમના સફળ પ્રયાસોને યાદ કરી તેમના જીવનમાંથી શીખ લેવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં મનપાના અધિકારી, કર્મચારીઓ તેમજ આજુબાજુના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો