જૂનાગઢ જુનીયર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો અને એન.આર.વેકરીયા માસ્ટર ઓફ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જુનીયર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો અને એન.આર.વેકરીયા માસ્ટર ઓફ લો કોલેજમાં પ્રમુખ નાનજીભાઇ વેકરીયાના માર્ગદર્શન હેઠળ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડો.લતાબેન કારીયાએ વિદ્યાર્થીઓને કાયદાના મુળભુત સિદ્ધાંતો વિશે સમજ આપી જણાવ્યું હતું કે, દેશનો દરેક નાગરીક કાયદાનું નૈતિક રીતે સન્માન કરે એ જ રાષ્ટ્રીય કાયદા દિવસની ઉજવણી કહી શકાય. આ તકે ડો.નિરંજનાબેન મહેતા, ડો.કલ્પનાબેન રાઠોડ, પ્રો.નિતલબેન વ્યાસ વગેરેએ મહિલાઓને મળતા અધિકાર અને કાયદા વિશે વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રાધ્યાપક રવિ પરમાર, મનિષ લચ્છાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...