તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ અેસટી ડિવીઝનને ચાર દિવસમાં 33.65 લાખની આવક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ એસટી ડિવીઝને લીલી પરિક્રમાને વધારાની બસો દોડાવી હતી. દરમિયાન લીલી પરિક્રમાને લઇને માત્ર 4 દિવસમાં એસટીને 33.65 લાખની આવક થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે જૂનાગઢ એસટી ડિવીઝનના વિભાગીય પરિવહન અધિકારી આર.ડી. પિલવાઇકરે જણાવ્યું હતું કે, ડિવીઝનલ કન્ટ્રોલર જી.ઓ. શાહના માર્ગદર્શનમાં વધારાની એસટી બસ ચલાવવામાં આવી રહી છે.

આ માટે જૂનાગઢના 9 ડેપોમાંથી બસ ચલાવવામાં આવી હતી. દરમિયાન માત્ર 4 જ દિવસમાં એસટીને 33,65,783 રૂપિયાની આવક થઇ છે. એસટી વિભાગે 385 વાહનોની 1330 ટ્રીપ કરી 60,384 મુસાફરોને બસ સેવા પૂરી પાડી હતી.

ખાસ કરીને બસ સ્ટેન્ડથી લઇને ભવનાથ સુધી 50 મિની બસ તેમજ 200 મોટી બસ ચલાવવામાં આવી હતી. હજુ પણ બસ સેવા ચાલુ જ છે. પરિક્રમા પુર્ણ થશે ત્યાં સુધી એસટી બસ સેવા ચાલુ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...