જૂનાગઢ જિ. પ્રા. શિક્ષક સંઘ દ્વારા રૂ.19, 51, 000 ફંડ એકત્ર કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પુલવામાં આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોના પરિવારની સહાય માટે શહિદ ફંડ એકત્ર કરવાનું નક્કી કરાયું હતું. જે અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રૂ.19,51,000 નું ફંડ એકત્ર કરાયું હતું. આ ફંડની રકમ પ્રમુખ રાજુભાઇ ભેડા, દિનેશભાઇ પટેલ તથા જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રી સાથે કલેક્ટર ડો.સૌરભ પારધી તથા જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલની મુલાકાત લઇ આ ફંડ આરટીજીએસ દ્વારા દિલ્હિ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અભિનંદન પત્ર પાઠવી રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...