તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ જિલ્લામાં મંગળવારે કમોસમી વરસાદની સંભાવના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. આગામી થોડા દિવસો સુધી તાપમાનમાં ઘટાડો નોંધાશે તેમજ 16 એપ્રિલ મંગળવારે જિલ્લામાં કમોસમી વરસાદ થવાની પણ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગે આગાહી કરી છે. આ અંગે હવામાન અધિકારી ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે ગુરૂવારે 41.7 ડિગ્રી રહેલું તાપમાન શુક્રવારે 0.9 ડિગ્રી ઘટીને 40.8 ડિગ્રીએ પહોંચી ગયું હતું. હજુ આગામી દિવસોમાં તાપમાન 39 ડિગ્રી આસપાસ રહેશે. ખાસ કરીને રવિવારથી વાતાવરણમાં ફેરફાર નોંધાશે. વાદળછાયું વાતાવરણ રહેશે અને 16 એપ્રિલ મંગળવારે જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રકારનો કમોસમી વરસાદ પડી શકે છે. દરમિયાન પવનની ઝડપ 9 થી લઇને 17 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. ભારે પવનના કારણે આંબાના ઝાડ પરથી કેરી ખરી પડવાનું પ્રમાણ વધી શકે છે તેમજ માવઠાથી ખાસ કરીને કેરીના પાકને નુકસાન થઇ શકે છે. આ ઉપરાંત ખેતરમાં જો શિયાળુ પાક તૈયાર થઇ ગયો હોય તો તેનો તેમજ ખેતરમાં ખુલ્લામાં પડેલા ઘાસચારાનો યોગ્ય રીતે સંગ્રહ કરી લેવો જેથી નુુકસાન ન થાય.

અન્ય સમાચારો પણ છે...