જૂનાગઢ જિલ્લાની 226 ગ્રાન્ટેડ પ્રા. શાળાને સુવિધા મુદ્દે નોટીસ ફટકારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દર વર્ષે જિલ્લાની અનેક ખાનગી શાળાઓમાં બાળકોને આરટીઇ હેઠળ પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ શાળામાં બાળકને અભ્યાસની સાથે સારી સુવિધા મળી રહે છે તે માટે શિક્ષણ વિભાગ અભિપ્રાય લેવામાં આવે છે. જેમાં નિયમ મુજબ શાળામાં સુવિધા ન હોવાને કારણે તેમને નોટીસ આપવામાં આવે છે અને પુન: ચકાસણી માટે ફરીથી ચાર મહિનામાં સુવિધા ઉપલબ્ધ કરવાની તક આપવામાં આવે છે તેમ છતાં પણ જો શાળામાં સુવિધા ન કરાઇ હોય તો તેમની માન્યતા રદ કરી દેવામાં આવે છે. જૂનાગઢ શિક્ષણ વિભાગના અભિપ્રયાસ મુજબ 226 શાળાઓને નોટીસ આપવામાં આવી છે. આરટીઇ 2009 મુજબ વિધ્યમાન શાળાઓની કાયમી માન્યતા આપવાની પ્રક્રિયા શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં આરટીઇ હેઠળ 476 ખાનગી શાળા આવેલી છે અને તેની સ્થળ તપાસ કરવામાં આવી હતી જે પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ સ્થળ તપાસ કરતા અધિકારીઓ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો છે તે મુજબ અાશરે 230 શાળાઓને માન્યતા પ્રમાણપત્ર મળવા પાત્ર થાય છે અને આશરે 226 શાળાઓને પ્રમાણ પત્ર નિયમ અનુસાર આપવામાં થતા નથી અને આ 226 ખાનગી શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા નોટી આપવામાં આવી છે. જેમાં સરકારના નિયમ મુજબ પુન: ચકાસણીની તક રૂબરૂ ચુનાવણીમાં આપ્યા બાદ રૂ.5 હજાર ભરી ચાર મહિના સુધી તક અને મુદત આપવામાં આવે છે. તેમ છતાં પણ પોતાની સુવિધામાં વધારો નહીં કરાઇ તો આરટીઇની માન્યતા
રદ કરાશે.

બાળકોની જરૂરિયાત મુજબની સુવિધા શાળામાં ન હોવાનો અભિપ્રાય

પુન: ચકાસણીમાં શાળાને 5 હજાર ભરી ફરીથી ચાર મહિનાની તક અપાશે

આવી સુવિધા ન હોય તો શાળાને નોટીસ

> જમીનના બીન ખેતીના હુકમ ન હોય. > સક્ષમ અધિકારી દ્વારા મંજુર થયેલ નકશો ન હોય. > આરટીઇ મુજબ વર્ગ ખંડોનું ક્ષેત્રફળ ન હોય. > જરૂરીયાત મુજબનું ખુલ્લુ મેદાન ન હોય. > બાંધકામ રજાચિઠ્ઠી/બીયુ સર્ટી ન હોય.
અન્ય સમાચારો પણ છે...