તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ શહેરનાં ફાયર વિભાગે 4 માસમાં 77 પ્રાણીઓને બચાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાયર વિભાગની કામગીરી ચોમાસાના સમયમાં વધી જતી હોય છે. વરસાદમાં તણાતા માણસો અને પ્રાણીઓના રેસ્ક્યુ કરવામાં આવે છે. જૂનાગઢ ફાયર વિભાગે માત્ર ચાર મહિનામાં અનેક પ્રાણીઓના રેસ્ક્યુ કરી જીવ બચાવ્યા છે. સામાન્ય રીતે ફાયર વિભાગ એટલે કે આગને કાબુ કરતો વિભાગ પરંતુ તેમની કામગીરી માત્ર આગને કાબુમાં કરવાની હોતી નથી તેમની કામગીરી હોય છે. પશુ, પક્ષી અને માણસોના જીવ બચાવવા વર્ષ દરમિયાન ચોમાસાના ચાર મહિના ફાયર વિભાગની કામગીરી વધી જતી હોય છે. ભારે વરસાદને કારણે પુરમાં ફસાતા લોકોના જીવ ફાયર વિભાગ કરે છે. જૂનાગઢ ફાયર વિભાગની કામગીરી પ્રશંસનિય રહી છે. છેલ્લા ચાર મહિનામાં રેસ્ક્યુના 89 કોલ આવ્યા છે. જેમાં 30 ગાય, 21 કુતરા અને 26 અન્ય પ્રાણીઓના રેસ્કયુ કરાયા છે. તેમજ 6 કોલ માણસો તણાયાના આવ્યા છે. જેમાંથી 15 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું અને 8 મૃતદેહ બહાર કઢાયા હતા. તે ઉપરાંત આગના 50 કોલ આવ્યા છે. આથી તાત્કાલીક સ્થળ પર ટીમ પહોંચી જઇ આગને કાબુમાં લીધી છે તેમ જૂનાગઢ ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ ભુમિક મિસ્ત્રીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...