તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખે સોશ્યલ મિડીયા મારફત ધમકી આપતા ચકચાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ સામે સોશ્યલ મિડીયા મારફતે ધમકી આપ્યા અંગેની એસપીને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે શહેરનાં ઝાંઝરડા રોડ પર રહેતા યુવા ભાજપ ઉપાધ્યક્ષ હિંમાશુભાઇ ગોરાણીયાએ એસપીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઇ અમીપરાએ શહીદોને આપેલી શ્રદ્ધાંજલિમાં ખોટા શબ્દો ઉચ્ચાર્યા હતાં. આ બાબતની પોસ્ટ ફોટો સાથે અપલોડ કરી હતી. ત્યારબાદ વિનુભાઇ અમીપરાએ અમારા પર્સનલ મેસેજમાં ધમકી ભર્યા મેસેજ કર્યા હતાં. ત્યારબાદ અમને મળેલ ધમકી ભર્યો મેસેજ અમારા ફેસબુકમાં આઇડી ઉપર પણ મુકવામાં આવ્યો છે. વિનુભાઇ અમીપરા દ્વારા સોશ્યલ મિડીયા તેમજ અંગત મેસેજમાં ધમકી આપી ડરાવવાની કોશીષ કરી હતી. મોબાઇલ ફોન દ્વારા પણ ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આપવામાં આવેલ ધમકીનાં તમામ મેસેજ તેમજ ફેસબુકની પ્રિન્ટ પણ રજૂઆત સાથે સામેલ કરવામાં આવી હોય રજૂઆત સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા એસપી સમક્ષ માંગ કરાઇ છે.

શું કહે છે શહેર કોંગ્રેસ પ્રમુખ?
શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઇ અમીપરાઅે જણાવ્યું હતું કે ફરિયાદ ખોટી છે અને સસ્તી પ્રસિદ્ધી મેળવવા માટે તમાશો કરાઇ રહ્યો છે. લોકશાહીમાં સત્ય વાત કહેવી એ નાગરિકનો ધર્મ છે. જવાનો શહીદ થાય ત્યારે તપાસ થવી જોઇએ અેવી માંગણી કરવી એક ભારતીય નાગરિકની ફરજ છે. મેં વિડીયોમાં એવું જણાવ્યું હતું કે નિર્દોશ જવાનોના મોત થાય તો તપાસ થવી જોઇએ એમાં શું ગુનો બને છે ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો