તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરમાં જૂનથી સંસ્કૃત પાઠશાળા શરૂ કરવાની માંગ સાથે આવેદન અપાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં જૂન 2020થી સંસ્કૃત પાઠશાળા શરૂ કરવાની માંગ સાથે જિલ્લા વહિવટી તંત્રને આવેદન અપાયું છે. આ અંગે જૂનાગઢની ગોકુલેશ પુષ્ટિ વિદ્યાધામના રવિબાવાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં 150 વર્ષ કરતા જૂની નવાબી કાળની સંસ્કૃત પાઠશાળા કાર્યરત હતી. જોકે, આ બિલ્ડીંગ જર્જરિત બનતા તેને તોડી પાડવામાં આવ્યું છે. હવે સરકારની ગ્રાન્ટ હોવા છત્તાં સંસ્કૃત પાઠશાળાનું બાંધકામ શરૂ કરવામાં આવતું નથી. જ્યારે હાલમાં આઝાદ ચોકની ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલમાં સંસ્કૃત પાઠશાળા સ્થળાંતરીત કરાઇ છે પરંતુ તે કાગળ પર કાર્યરત છે. કારણકે, સ્ટાફના અભાવે સંસ્કૃત અધ્યયન થઇ શકતું નથી. ત્યારે જો સરકાર ગ્રાન્ટ ફાળવે તો ગોકુલેશ પુષ્ટિ વિદ્યાધામ સ્ટાફ અને સંચાલન કરવા તૈયાર છે. સમગ્ર ગુજરાતમાં 8 માંથી માત્ર આબુ અંબાજી, જામનગર અને ગિર ખોરાસા એમ 3 સ્થળે જ ગવર્મેન્ટ માન્ય સંસ્કૃત પાઠશાળા કાર્યરત છે. ત્યારે જૂનાગઢમાં જ્યાં સુધી નવું બાંધકામ ન થાય ત્યાં સુધી સરકારી ગર્લ્સ હાઇસ્કૂલમાં જૂન 2020થી સંસ્કૃત પાઠશાળા શરૂ કરવાની મંજુરી આપવા માંગ કરાઇ છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષાના પ્રચાર - પ્રસાર માટે ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડની રચના કરવાની પણ રવિબાવાએ માંગ કરી છે.

સરકાર ગ્રાન્ટ આપે તો સ્ટાફ અને સંચાલન માટે ગોકુલેશ પુષ્ટિ વિદ્યાધામ તૈયાર

ગુજરાતમાં 8 માંથી 3 સ્થળે સરકારી ગ્રાન્ટથી પાઠશાળા કાર્યરત


_photocaption_જુના સ્થળે જ સંસ્કૃત પાઠશાળાનું બાંધકામ કરવા માંગ કરાઇ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો