તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં 5 મિત્રો ઘરમાં દારૂની પાર્ટી કરતા હતા ને પોલીસ ત્રાટકી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ શહેરના ત્રણ વિવિધ સ્થળ પરથી વિદેશી દારૂ અને બિયર ટીન સાથે 5 શખ્સોને ઝડપી લીધા હતા અને કુલ 46,550નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન એક શખ્સ નાસી છુટ્યો હતો. શહેરના જોષીપરા આસીયાના સોસાયટીમાં રહેતો તુષાર ઉર્ફે ગબ્બર પ્રસાદ પુન નેપાળી શખ્સ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાથી પોલીસે દરોડા પાડી મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-14 કિંમત રૂપિયા 5600નો મુદ્દામાલ કબ્જે કરી નેપાળી શખ્સને ઝડપી લીધો હતો તેમજ શહેરના મતવાવાડ વિસ્તારમાં રહેતો અહેજાજ કસમ બ્લોચના ઘરે તેમના મિત્રો સલમાન સૈયદ, યાસીમ નાઘોરી અને નદીમખાન પઠાણ સાથે દારૂની પાર્ટી કરતા પોલીસે દરોડા પાડી વિદેશી દારૂની બોટલ, બિયર ટીન સહિત 150નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તે ઉપરાંત શહેરના વિરમેઘમાયા નગરમાં રહેતા સમીર મકવાણાના ઘરે પોલીસે દરોડા પાડી વિદેશી દારૂની બોટલ નંગ-95 કિંમત રૂપિયા 40,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો