તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

JDCC બેન્કમાં 21 માંથી 19 બેઠકો પર ઉમેદવારો બિનહરિફ, 2ની ચૂંટણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેડીસીસી બેન્કના ડિરેકટરોની ચૂંટણીમાં 21 માંથી 19 બેઠકો પર બિનહરિફ વરણી થઇ છે. જ્યારે બાકીની બે બેઠક પર આગામી 29 માર્ચે ચૂંટણી થશે અને બાદમાં 30 માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે. આ અંગે મળતી વિગત મુજબ જેડીસીસી બેન્કના કુલ 24 ડિરેકટરો હોય છે જેમાંથી 3 ની નિયુક્તિ કરવાની હોય છે અને બાકીની 21 બેઠકો પર ચૂંટણી કરવાની હોય છે. દરમિયાન આ 21 બેઠકો પૈકી 10 બેઠકો પર એક જ ઉમેદવારે ફોર્મ ભર્યા હોય તેઓ બિન હિરફ વિજેતા બન્યા છે. જ્યારે બાકીની 9 બેઠકો પર ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ 19 માર્ચે ફોર્મ પરત ખેંચાતા ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને આ 9 બેઠકો પણ બિન હિરફ થઇ છે. અામ, કુલ 19 બેઠકો બિનહરિફ થઇ છે. હવે માત્ર વંથલી અને કેશોદની 2 બેઠકો પર જંગ જામવાનો છે.

આ ઉમેદવારો બિનહરિફ


કિરીટભાઇ પટેલ (જૂનાગઢ), એલ.ટી. રાજાણી (મેંદરડા), કેશુભાઇ આંબલીયા (વિસાવદર), વજુભાઇ મોવલીયા (ભેંસાણ), જવાહરભાઇ ચાવડા (માણાવદર), લક્ષ્મણભાઇ યાદવ (માળીયા હાટીના), ચંદ્રિકાબેન ચુડાસમા (માંગરોળ),ગોવિંદભાઇ પરમાર (વેરાવળ), જસાભાઇ બારડ (સુત્રાપાડા), ભૂપેન્દ્રભાઇ હિરપરા (તાલાલા), જેસીંગભાઇ મોરી (ઉના), મનુભાઇ ખુંટી ( પોરબંદર), લક્ષ્મણભાઇ ઓડેદરા (રાણાવાવ), ભીમાભાઇ મોઢા (કુતિયાણા), તમામ અ જૂથના. જ્યારે ડોલરભાઇ કોટેચા - બ જૂથ, દિલીપભાઇ ઝાલા - ડ જૂથ, ધર્મેશભાઇ પાનેરા-ઇ જૂથ, ભાવેશભાઇ વોરા-એફ જૂથ અને ગીતાબેન મહેતા - આઇ જૂથનો સમાવેશ થાય છે.


હવેથી માત્ર વંથલી અને કેશોદની 2 બેઠક પર થશે ચૂંટણી

અન્ય સમાચારો પણ છે...