જેતપુર-રાજકોટ તરફથી આવતા જૂનાગઢનુ પ્રવેશ દ્વાર કહિ શકાય તેવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેતપુર-રાજકોટ તરફથી આવતા જૂનાગઢનુ પ્રવેશ દ્વાર કહિ શકાય તેવા અને શહેરની શાન સમા મજેવડી દરવાજે છેલ્લા ઘણા સમયથી ગટરનું ઢાંકણુ તુટી ગયું છે.

સતત ધમધમતા આ રોડ ઉપર તુટેલ ગટરનું ઢાંકણુ ગંભીર અકસ્માતનું કારણ પણ બની શકે છે. માત્ર મજેવડી દરવાજો જ નહિ પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગટરના ઢાંકણા તુટી હાલતમાં જોવા મળે છે. ત્યારે મનપા દ્વારા શા માટે આવા જોખમી ગટરના ઢાંકણા શા માટે તાત્કાલીક રીપેર કરવામાં નથી આવતા તેવો સવાલ ઉઠી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાબતે ઘણા વિસ્તારના લોકોએ રજુઆત કરી હોવા છતાં સંબંધિતો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...