તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્તા અનાજના વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કમિશનમાં વધારો કરવા સહિતના પ્રશ્નોને લઇ અનેક રજૂઆત છતાં સરકારે કોઇ નિર્ણય ન કરતા રાજ્યભરના સસ્તા અનાજના વેપારીઓ શુક્રવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડશે. આ અંગે સૌરાષ્ટ્ર કચ્છ સસ્તા અનાજના વેપારી એસોસીએશનના પ્રમુખ રાજુભાઇ નંદવાણીએ જણાવ્યું હતું કે અમારી કેટલીક માંગણીઓ છે,જેમાં ખાસ કરીને કમિશનમાં વધારો કરો અથવા પગાર આપો, ઉજ્જવલા યોજનાના કારણે કેરોસીનનું વેંચાણ ઘટી જતા કમિશનમાં ઘટાડો થયો હોય ઉજ્જવલા યોજનાના બાટલા(રિફલ)નું વિતરણ સસ્તા અનાજના વેપારી દ્વારા કરવામાં આવે, એપીએલના ગ્રાહકોને પણ ઉંચા ભાવે પણ અનાજનું વેંચાણ કરવું જેથી કમિશન મળે, મહાનગરોમાં કેરોસીન બંધ થતા કમિશનમાં ઘટાડો થયો હોય મહાનગરોમાં પણ કેરોસીન વેંચાણ કરવામાં આવે સહિતની માંગ છે. આ માંગને લઇને 11 અને 12 ફેબ્રુઆરીએ માસ સીએલ,22 અને 23 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં ધરણાં કર્યા હતા. આ હડતાળમાં રાજ્યના 17000 વેપારીઓ જોડાશે. જ્યારે જૂનાગઢ જિલ્લાના 472 વેપારીઓ જોડાતા દરરોજના અંદાજે 20,000 લાભાર્થીઓ અનાજ પુરવઠાથી વંચિત રહી જશે. ત્યારે આ મામલે સરકાર દ્વારા સત્વરે યોગ્ય કરવામાં આવે તેવી રાજુભાઇ નંદવાણીએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો