તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત 8થી વધારે દેશમાં ટેસ્ટ સીરિઝ જીતનાર એશિયાનો પહેલો દેશ બન્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટના અંતિમ દિવસે સોમવારે વરસાદના કારણે રમત શક બની શકી ન હતી. તેથી આ મેચ અંતે ડ્રોમાં પરીણમી હતી. આમ ચાર ટેસ્ટ મચની સીરિઝમાં ભારતે 2-1થી સીરિઝ પોતાના નામે કરી ઇતિહાસ રચ્યો હતો. ભારતે 71 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતી છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતનાર એશિયાની પહેલી ટીમ બની ગઇ છે. ભારત વિશ્વની 8 કે તેથી વધુ દેશમાં ટેસ્ટ સીરિઝ જીતનાર વિશ્વની ચોથી ટીમ બની ગઇ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા, દ. આફ્રિકા અને ઇંગ્લેન્ડની ટીમ આવુ કરી ચુકી છે. સુકાની તરીકે વિરાટ કોહલીની આ દેશની બહાર 11મી જીત હતી. તેણે આ મામલે સૌરવ ગાંગુલીના રેકોર્ડની બરોબરી કરી છે. ભારતે હવે પછીની ટેસ્ટ મેચ ઓગષ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની વન-ડે સીરિઝ 12 જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે.

ભારતે 11મી ટેસ્ટ સીરિઝ જીતી
ભારતે ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સીરિઝ જીતી છે. એશિયા બહાર ટીમ ઇન્ડિયાની આ 11મી ટેસ્ટ સીરિઝ જીત છે. ભારતે આ પહેલા વેસ્ટ ઇન્ડિઝમાં 4 વખત, ઇંગ્લેન્ડમાં ત્રણવાર, ન્યુઝીલેન્ડમાં 2વાર અને ઝિમ્બાબ્વેમાં એક વાર ટેસ્ટ સીરિઝ જીતી છે. ભારત માત્ર દ.આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતી નથી શક્યું. ઓસ્ટ્રેલિયા સામે ભારતે સીરિઝમાં ચારમાંથી બે ટેસ્ટ જીતી અને એક હાર્યું અને એક ડ્રો રહી. આ પહેલા ભારતે 1978માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં બે ટેસ્ટ મેચ જીતી હતી પણ સીરિઝ ભારત 2-3થી હાર્યું હતું.

ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ 2-1થી જીતી, ચોથી મેચ વરસાદના કારણે ડ્રો રહી
જ્યારે પૂજારા બેટિંગ કરવા ઉતરે છે તો હાથ નથી હલાવતો, એટલા માટે ‘પૂજારા ડાન્સ’ કર્યો
2014-15માં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 મેચની સીરિઝ 2-0થી હરાવ્યું હતું. ત્યારે ઓસ્ટ્રેલિયાએ સીરિઝમાં કુલ 3113 રન કર્યા હતા. સ્ટીવ સ્મિથ અને વોર્નરે બંનેએ મળીને 1196 રન કર્યા હતા. સ્મિથે 4 સદી અને વોર્નરે 3 સદી નોંધાવી હતી. બોલ ટેમ્પરિંગના કારણે ખેલાડીઓ પર 1 વર્ષનો પ્રતિબંધ લાગ્યો છે. આ વખતે કાંગારુ ટીમે એક પણ સદી નોંધાવી નથી. ટીમ 400 થી વધુનો સ્કોર કરી શકી નથી. ગત સીરિઝમાં ટીમે 4 વખતે 500થી વધુનો સ્કોર કર્યો હતો.

મેચ જીત્યા બાદ ટીમના ખેલાડીઓએ પૂજારા ડાન્સ કર્યો હતો. કોહલીએ કહ્યું કે પૂજારા જ્યારે બેટિંગ કરવા ઉતરે છે ત્યારે હાથ હલાવતો નથી. પૂજારા ડાન્સ કરવાનો આ વિચાર વિકેટકીપર રિષભ પંતે આપ્યો હતો.

આ મારી કારકિર્દીની સૌથી મોટી જીત : કોહલી
હું આ ઐતિહાસિક જીતમાં ટીમનો હિસ્સો છું તે મારા માટે ગર્વની બાબત છે. છેલ્લા 12 મહિનાથી અમે જે મહેનત કરી રહ્યા હતા આ તેનું પરિણામ છે. ચાર વર્ષ પહેલા અમે વિચારી શકતા ન હતા કે અમે અહીં આ જગ્યાએ પહોચી શકીશું.’

આ પહેલાં ટોપ 5 બેટ્સમેનોએ 8 સદી, 12 અડધી સદી નોંધાવી હતી. આ વખતે માત્ર 5 ખેલાડીઓએ અડધી સદી નોંધાવી છે.

ભારતના ફાસ્ટ બોલરોએ આ વખતે દરેક 52 બોલમાં 1 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયાના બોલરોએ દરેક 69 બોલ પર વિકેટ ઝડપી છે.

ભારતના ફાસ્ટ બોલરોએ 50 જ્યારે ઓસ્ટ્રેલિયાના બોલરોએ 40 વિકેટ ઝડપી. બુમરાહે સૌથી વધુ 21 વિકેટ ઝડપી.

આપણે આ કારણથી જીત્યા...
દેશની બહાર સુકાની તરીકે કોહલીએ 11 મેચ જીતી, સૌરવ ગાંગુલીના રેકોર્ડની બરોબરી કરી
અજિત વાડેકરની સુકાનીમાં દેશની બહાર પહેલીવાર બે દેશમાં સીરિઝ જીત્યું
ટીમ વર્ષ સીરિઝ જીત્યું સુકાની

ન્યુઝીલેન્ડ 1968 3-1 નવાબ પટૌડી

વેસ્ટ ઇન્ડિઝ 1971 1-0 અજિત વાડેકર

ઇંગ્લેન્ડ 1971 1-0 અજિત વાડેકર

ઝિમ્બાબ્વે 2005 1-0 સૌરવ ગાંગુલી

ઓસ્ટ્રેલિયા 2019 2-1 વિરાટ કોહલી

કોહલી સિડનીમાં સુકાની બન્યો, ત્યાં જ સીરિઝ જીતી
વિરાટ કોહલીને 6 જાન્યુઆરી 2015માં ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટેસ્ટ ટીમમાં સુકાની બનાવાયો હતો. ત્યારે કોહલીએ ફટકારીને મેચ ડ્રો કરાવી હતી. હવે સિડનીમાં કોહલીએ સુકાની તરીકે પહેલીવાર સીરિઝ પણ જીતી. જોકે આ વખતે સીરિઝમાં માત્ર 282 રન જ કરી શક્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતનાર ભારત પાંચમો દેશ
ભારત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતનાર વિશ્વનો પાંચમો દેશ બન્યો છે. આ પહેલા ઇંગ્લેન્ડ 13વાર, વેસ્ટ ઇન્ડિઝ 4 વાર, દ.આફ્રિકા 3 વાર અને ન્યુઝીલેન્ડ 1 વાર સીરિઝ જીતી ચુક્યા છે. ઓસ્ટ્રેલિયાએ સતત ત્રીજી ટેસ્ટ સીરિઝ ગુમાવી છે. 34 વર્ષ બાદ ત્રણ સીરિઝ હાર્યું છે.

કોઇ ખેલાડી 80 રનનો સ્કોર પાર કરી શક્યા નહીં
ઓસ્ટ્રેલિયાના હેરિસે ટીમમાં સૌથી વધુ 79 રનનો સ્કોર કર્યો છે. ટેસ્ટના ઇતિહાસમાં ઓવરઓલ ત્રીજીવાર સીરિઝમાં કોઇ ખેલાડીએ 80થી વધુ રન કરવામાં નિષ્ફળ બન્યા હતા. છેલ્લીવાર 1958માં આવું થયું હતું. ત્યારે ન્યુઝીલેન્ડની ટીમ ઇંગ્લેન્ડ ગઇ હતી. ન્યુઝીલેન્ડ તરફતી સૌથી વધુ 66 રન કર્યા હતા.

ટીમ સીરિઝ જીત હાર ડ્રો

ભારત 12 1 8 3

પાક. 12 0 9 3

શ્રીલંકા 6 0 6 0

બાંગ્લાદેશ 1 0 1 0

નોંધ : આ સમયમાં 4 ટીમે ઓસ્ટ્રેલિયામાં 72 વર્ષમાં 98 ટેસ્ટ રમી. 272 ખેલાડી રમ્યા, 29 ખેલાડી સુકાની બન્યા.

અન્ય સમાચારો પણ છે...