તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં સોનીની દુકાન તોડવાનો નિષ્ફળ પ્રયાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢની ચોકસી બજારમાં આવેલ સોનીની દુકાન તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ દુકાનનું શટર તુટ્યુ ન હતું. શટર તોડવા આવેલો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો આ અંગે એડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢનાં દાણાપીઠ વિસ્તારમાં રહેતા પ્રવિણચંદ્ર દામજીભાઇ લોઢીયાની સોનીની દુકાન ચોકસી બજારમાં આવેલી છે દામજી કાનજી નામથી આ પેઢી ચાલી રહી છે ત્યારે ગત રાત્રીનાં છત ઉપરનું શટર તોડવાનો પ્રયાસ થયો હતો સવારમાં તેમના દિકરા દુકાને ગયા ત્યારે તેમને શટર ઉચુ કરેલુ જોયુ હતું.

આ અંગે પોલીસને જાણ કરાઇ હતી. અહીં લગાવેલા સીસીટીવી કેમેરા જોતા રાત્રીનાં સવા બે વાગ્યાની આસપાસ એક અજાણ્યો શખ્સ શટર ઉચુ કરતો કેમેરામાં દેખાયો હતો. પોલીસે સીસીટીવી ફુટેજનાં આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...