તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકાશમાં આજે જાણે પતંગયુધ્ધ જામશે. એ..કાપ્યો છે નો શોર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આકાશમાં આજે જાણે પતંગયુધ્ધ જામશે. એ..કાપ્યો છે નો શોર ગુંજી ઉઠશે. છત્ત અને ધાબા પર જ ચીકી, ખજુર, શેરડી અને જીંજરાની મહેફીલ મંડાશે. પતંગ રસીયાઓ આકાશને અવનવા રંગથી રંગી નાખશે. અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર પંથકમાં મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહથી ઉજવણી થશે. સાથે સાથે દાન-પૂણ્યનો પણ મહિમા ગુંજી ઉઠશે.

મકરસંક્રાંતિ પર્વની સૌરાષ્ટ્રભરમાં પરંપરાગત ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે પતંગ રસીયાઓ છેલ્લી ઘડીની ખરીદીમાં વ્યસ્ત હોય પતંગ-ફીરકીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ભારે ભીડ જોવા મળી હતી. પતંગ રસીયાઓએ માત્ર પતંગની જ નહી અવનવા બ્યુગલ્સ, કેપ, માસ્ક, ગુબ્બારા વિગેરેની પણ મન મુકીને ખરીદી કરી હતી. દિવસભર નાના-મોટેરા સૌ કોઇ છત-ધાબા પર અડ્ડો જમાવી આ પતંગ યુધ્ધને માણશે. ધાબા પર જ સાથે સાથે અવનવી સાઉન્ડ સિસ્ટમના સંગાથે ગીત-સંગીત પણ ગુંજી ઉઠશે.

બીજી તરફ ઉત્તરાયણ પર દર વર્ષે મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થતા હોય જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર પંથકમાં ઠેકઠેકાણે ઘાયલ પક્ષીઓ માટે હેલ્પ લાઇન શરૂ કરાઇ છે. કોઇપણ દુર્ઘટનાની સ્થિતીને પહોંચી વળવા 108 ઇમરજન્સી સર્વીસ પણ ખડેપગે તૈનાત છે. મકરસંક્રાંતિ પર દાન-પુણ્યનો મહિમા હોય ગૌશાળા, પાંજરાપોળો માટે દાન સ્વીકારવા ઠેક ઠેકાણે સ્ટોર ઉભા કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો