તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ શહેરનાં માર્કેટીંગ યાર્ડમાં રોજની 50 ભારી કપાસની આવક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના માર્કેટીંગ યાર્ડ ખાતે ઘઉં, તુવેર, મગફળી અને કપાસની આવક જોવા મળી રહી છે. માર્કેટીંગ યાર્ડમાં ધીરે ધીરે કપાસની આવક ઘટી રહી છે તેમ છતાં કપાસના ભાવ યથાવત જોવા મળે છે. જૂનાગઢ જિલ્લાભરમાં કપાસનું વાવેતર વધુ થતું હોવાનું જાણવા મળી રહ્યું છે અને માર્કેટીંગ યાર્ડમાં મોટી સંખ્યામાં કપાસની આવક થાય છે પરંતુ સીઝન પૂર્ણ થઇ જતા કપાસની આવકમાં પણ ઘટાડો થાય છે. કપાસની સીઝન ન હોવા છતાં પણ માર્કેટીંગ યાર્ડમાં રોજની 50 થી 60 ભારીની આવક થઇ રહી છે. જૂનાગઢ કપાસના ઉત્પાદન માટે જાણીતું હોવાથી ખેડુતો રોજના કપાસ લઇ વેચાણ કરવા માટે આવે છે. માર્કેટીંગ યાર્ડમાં રોજની 50 થી વધુ ભારીની આવક થતા ભાવ 1200 થી 1250 સુધી રહ્યો છે. જેને લઇને કપાસ લઇને આવતા ખેડુતોને પણ સારૂ અેવું વળતર મળી રહે છે.

અન્ય સમાચારો પણ છે...